મુખ્ય  /  કાર્યક્રમો  /  ભારતીય સિનેમાંએ 2026માં કમાણીનો ઇતિહાસ રચ્યો વર્ષાન્તે 15000 કરોડ રૂપિયાનું કલેકશનની અપેક્ષા

ભારતીય સિનેમાંએ 2026માં કમાણીનો ઇતિહાસ રચ્યો વર્ષાન્તે 15000 કરોડ રૂપિયાનું કલેકશનની અપેક્ષા

સિનેમા

ભારતીય સિનેમા માટે વર્ષ 2026 અત્યંત લાભદાયી સાબિત થયું છે. આ વર્ષે બોક્સ ઓફિસ પર ફિલ્મોએ જોરદાર પ્રદર્શન કરીને અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. બોલીવુડ, દક્ષિણ ભારતીય સિનેમા તેમજ હોલીવુડની ફિલ્મોએ મોટી સંખ્યામાં દર્શકોને થિયેટરો સુધી ખેંચ્યા છે. વર્ષ પૂર્ણ થવામાં હજી દોઢ મહિનાથી વધુ સમય બાકી હોવા છતાં ભારતીય ફિલ્મ ઉદ્યોગે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીનું સૌથી મોટું વર્ષ નોંધાવ્યું છે. એક અહેવાલ અનુસાર, 15 નવેમ્બર 2026 સુધી ભારતીય બોક્સ ઓફિસનું કુલ ગ્રોસ કલેકશન રૂ. 13,775 કરોડ સુધી પહોંચી ગયું છે. આ સાથે વર્ષ 2025માં નોંધાયેલા રૂ. 13,350 કરોડના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દેવામાં આવ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં જ ગત વર્ષની સરખામણીએ અંદાજે રૂ. 425 કરોડ વધુ કમાણી નોંધાઈ છે. છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો ભારતીય સિનેમાની આવક સતત વધી રહી હોવાનું સ્પષ્ટ થાય છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં હોલીવુડની બહુચર્ચિત ફિલ્મ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ 18 ડિસેમ્બરે રિલીઝ થવાની છે, જ્યારે શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. આ બંને ફિલ્મો પાસેથી બોક્સ ઓફિસને મોટી અપેક્ષાઓ છે. ઉપરાંત ‘રામાયણ’ ફિલ્મનું કલેકશન પણ આગળ વધતું રહેવાની સંભાવના છે. જો આ ફિલ્મોને દર્શકોનો સકારાત્મક પ્રતિસાદ મળશે, તો વર્ષ 2026 ભારતીય બોક્સ ઓફિસના ઇતિહાસમાં પ્રથમ વખત રૂ. 15,000 કરોડથી વધુ કમાણી કરનાર વર્ષ બની શકે છે.

ભારતીય સિનેમાંએ 2026માં કમાણીનો ઇતિહાસ રચ્યો વર્ષાન્તે 15000 કરોડ રૂપિયાનું કલેકશનની અપેક્ષા (સિનેમા) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ કાર્યક્રમો અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે. નોંધણી કરો માટે ફોર્મ ભરો — તે માત્ર એક ક્ષણ લે છે.

← કાર્યક્રમો પર પાછા